SA268

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA268)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મન મારૂં ખ્રિસ્તને સોંપું, ભય સુદ્ધાં,

આશા ને ઉત્કંઠા, જે મનમાં,
તેને શોધતાં જડશે, સત્‌ શાંતિ
તે પર પ્રીત સજ્જડ છે, વિશ્રાંતિ,
ત્રાતાથી મળે છે, મનમાં એક, મળી છેક.

મજ જીવન ખ્રિસ્તને સોંપું, ચિંતા સહુ,

તેને પાયે અર્પુ , આપીજ દઉં
જગનું ધન છે માયા, ઝાંઝવા,
તેથી કોણ ધરાયા, સંસારમાં ?
ખ્રિસ્ત છે મારું બધું દુઃખભંજન, મનરંજન.

મજ પાપ હું ખ્રિસ્તને સોંપુ, સમૂળગાં,

કાઢ મનથી હે પ્રભુ, સૌ દગા,
આવી હું નમું છું, તેને પાય,
તેનું રકત ને વચન, છે ઉપાય;
હાલ તે મને કહે છે, “સુખ થા, લે ક્ષમા.”

હું ખ્રિસ્તને બધું સોંપું, જાણે છે

કે હું કેટલું ચાહું, આ દાનને;
તેશ્રી ન છૂપાવું. કંઈ જ પણ,
તેનો સ્થંભ નિહાળી થઉં અર્પણ,
અગ્નિ મજ પર આવ્યો ! જય પ્રભુ, જીત્યો હું.