SA254
| ૧ | એક ફરજ છે મારી, ખ્રિસ્તનો કરવા મહિમા, મજ અમર આત્માને તારી, સ્વર્ગ માટ તૈયાર કરવા. |
| ૨ | લોકની કરવી સેવા એ તેડું પૂરું થાય, ને કરવા પ્રભુની ઇચ્છા, મજથી તન, મન,અર્પાય. |
| ૩ | હું કરું બહું સંભાળ, તું ચાહે તેમ ચાલું, કે ઇન્સાફે ન લાગે ફાળ, નિર્ભય હિસાબ આલું. |
| ૪ | સદા હું જાગ્રત રહું, તું મને કરજે સહાય, જો હું વિશ્વાસઘાત કરું તો, નક્કી મજ વિનાશ થાય. |