SA194

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA194)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો.

પ્રભુ જ્યોતિ જલાવો અમમાં પ્રાણ પૂરો.

તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના,

મુજ જ્યોતિ બુઝે, પ્રભુ તુજ વિના,
અમ ઉરમાં, દિવ્ય પ્રકાશ કરો,
સહુ પાપા, તિમિરને દૂર કરો.

તુજ આત્માનો, એક અખંડ દીવો,

અમ અંતરમાં, પ્રગટાવો નવો,
અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો,
અમ અંતરમાં પ્રભુ આપ રહો.

તુજ જ્યોતિ વડે, જગતમાં હં ઝગું,

મુજ જ્યોતિ વડે, જગને ઝગાવું,
પ્રભુ જ્યોતિ જલાવો પ્રભુ જ્યોતિ જલાવો,
પ્રભુ જ્યોતિ જલાવો, અમમાં પ્રાણ પૂરો.