SA178

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA178)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : શુદ્ધતા પામવાને તમે આવો આ વારી,

આવો આ વારી તમે આવો આ વારી,

શોધી જૂઓને શુદ્ધતાને પ્રીતે, ફાંદારૂપ પાપને છોડોને ચિત્તે,

પ્રીતે ચિત્તે આપને નકારી

છૂટા થાઓ ને સંદેહથી તરજો, પાપરૂપી જડને હાલ દૂર કરજો,

તરજો કરજો હવે તૈયારી.

વિશ્વાસ કરોને ચિત્તથી એકજ, પામોને પૂર્ણતા પ્રેમ ને નેકજ,

એકજ નેકજ છેકજ સારી.

હુકમ તેના પ્રેમથી માનો, ઉપયોગે લાવો દેવનાં દાનો.

માનો દાનોને વાપરી વિચારી.