SA141

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA141)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જો મારી હોત જીભો હજાર, તો કેવું સારુ થાત?

એમ મારા ખ્રિસ્તનો પ્રેમ અપાર, સૌ ભાષામાં ગવાત.

હે દયાળુ ધણી, પ્રભુ, તું કરજે સહાય મારી,

કે આખા જગમાં ફેલાવું, મહા મોટી પ્રીત તારી.

ઈસુના નામથી મટે બીક, ને દુખ પણ થશે દૂર,

પાપી હરખાય અને પામે, શાંતિ જીવન ભરપૂર.

તેથી નાશ થાય પાપની શકિત,ને છૂટે બંદીવાન,

તેના લોહીથી મહા પાપી, પામે મુક્તિનુ દાન.