SA133
| ટેક - મીઠી મીઠી તે પ્રીત મેં ચાખી છે, મારા પ્રભુ ઇસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે. | |
| ૧ | ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આનંદિત-પ્રીત. |
| ૨ | તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત-પ્રીત. |
| ૩ | મારી રુચિને તે બહું ભાવે છે. તેણે ચોર્યું છે મારૂં ચિત્ત-પ્રીત. |
| ૪ | મારા હૈયામાં તેનો વાસો છે એતો પામી છે હું પર જીત-પ્રીત. |
| ૫ | મને સુખી તે ઘણો રાખે છે, એવું સુખ ના આપે વિત્ત-પ્રીત. |
| ૬ | એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત-પ્રીત. |