SA118

From Bhajan Sangrah
Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA118)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઇસુ તું પ્રાણપ્રિય મારો. ને મનનો છે પ્રકાશ,

તે મારે બદલે મોત સહ્યુ. હે મારા પ્રિતમ ખાસ.

શેતાનના બંધમા હું હતો. ને હતો પાપનો દાસ.

પણ તે મારા પર પ્રેમ કયો. હે મારા પ્રિતમ ખાસ.

હુ હતો જખમી ને લાચાર. ને મુકવા લાગ્યો આસ.

પણ તુ થયો મારો તારનાર. હે મારા પ્રિતમ ખાસ

સૌ લોકે મારો ત્યાગ કીધો. કોઇ નતુ આવતુ પાસ.

પણ મને સોડમાં તે લીધો. હે મારા પ્રિતમ ખાસ.

હવે ઇસુ હુ તારો છું. રાખી સત્ય વિશ્વાસ.

તુજને અધિક હુ થાહું. . મારા પ્રિતમ ખાસ