SA94

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA94)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - તારા પર છે મુજ ઇમાન, ઓ કાલવારીના હલવાન

તુજ સ્તંભ પાસે નમું છું, તાર મન, પ્રભુ ઇસુ.

વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન નિર્બળ આંધળો છું;

મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું છું.

કયારનું મન હતું ખેદિત, પાપે કયારનું રાજ કીધું;

ઇસુ પ્રેમથી કે ખચીત’ હું પાપથી શુદ્ધ કરું છું.

તને આપું છું હમણા, મિત્રો, વખત ને મુજ ધન,

તન, મન, તારી સેવામાં, પ્રભુ કરૂં છું અર્પણ.

ુજ પર છે મારો વિશ્ચાસ, તુજ રકતથી શુદ્ધ થયો છું,

ઇચ્છા મારી તજી ખાસ ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું.

મનમાં આવે છે ઇસુ, પ્રેમમાં કરે છે પૂરો,

નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો!