SA89

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA89)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - ઇસુ વિષે મને કહેજે, વાત તેની મને શિખાડ,

દિલ મારા પર લખી લેજે, તારો હું બહું માનીશ પા’ડ.

ઇસુ વિષે મને કહેજે, વાત તેની મને શિખાડ,

દિલ મારા પર લખી લેજે,તારો હું બહું માનીશ પા’ડ.
દૂતના મધૂર ગીતના વિષે, તે જગમાં આવ્યો જયારે,
પરમ ઊચામાં મહિમા, પૃથ્વી પર હોજો શાંતિ.

કહે તેના ઉપવાસના વિષે, અરણ્યમાં ભયંકર,

કેવી રીતે તે અજમાયો, શેતાનને પમાડી હાર;
તેના સૌ કામ વિષે કહેજે, દુઃખ કેટલું તેણે સહ્યું ?
લોકોએ ધિકકાર્યો તેને, વિશ્રામનું ઠામ ન મળ્યું.

વધસ્તંભ પર તે જડાયો, દુઃખમાં તે તરફડયો ત્યાં,

કબરની માંહે તે રખાયો, પછી થયો સજીવન;
આ વાતમાં પ્રેમ કેટલો હોય છે, મજકાજ તેણે સૌ કીધું,
કહેતાંજ તો રડવું આવે છે, પાપ મારું તેણે લીધું.