SA24
| ૧ | દશ કુમારીકાઓ વરને મળવા ગઇ, પોતાની મશાલો લઇને વરને મળવા ગઇ, |
| ૨ | પાંચ બુદ્ધિ પામી પણ પાંચ મૂર્ખી રહી, બુદ્ધિવંતી મૂર્ખી સાથે વરને મળવા ગઇ, |
| ૩ | મૂર્ખોઓએ લઇ મશાલો તેલને લોધું નહિ. તેલ સાથે લાવવું એટલી એમની બુદ્ધિ નહિ. |
| ૪ | વરને લાગી વાર એટલે બધી ઝોકાં ખાઇ. બુદ્ધિવંતી મૂર્ખીઓની, સાથે ઊંધી ગઇ. |
| ૫ | અર્ધી રાત ગઇ એટલે મોટી બૂમ થઇ. બુદ્ધિવંતી મૂર્ખી ઉઠી વરને મળવા ગઇ. |
| ૬ | ત્યારે મૂર્ખીઓએ કહ્યું તેલ આપજો બાઇ. કેમકે અમારી મશાલો બધો હોલવાઇ ગઇ. |
| ૭ | બુદ્ધિવંતી કહે અમને સૌને બસ નહિ થાય. વેપારીને ત્યાં જઇને તેલ લાવજો બાઇ. |
| ૮ | તેલ લેવા ગઇ એટલામાં વેળા વીતિ ગઇ. બુદ્ધિવંતી વરની સાથે મિજબાનીમાં ગઇ. |
| ૯ | બારણું બંઘ થયું એટલે મૂર્ખીઓ આવો. બોલી પ્રભુ તું ઉઘાડને આવવા દે જે મહી. |
| ૧૦ | વરે ઉત્તર આપ્યો કે બારણું ન ખોલાય. હવે મુકિત પામવાની વેળા વીતિ ગઇ. |