SA21
| ટેક - નાશ નાશ રે થયો પ્રલય પ્રતાપથી. | |
| ૧ | દેવે દીઠું જગતમાં ખોટું, દુઃખ લાવ્યો પાણીનું મોટું રે-નાશ. |
| ૨ | લોક ફરેને મોજ ઘણી માણે, વાત દેવની કોઇ ન જાણે રે-નાશ. |
| ૩ | બઘું સાચું ને સત્યજ ગયું, કેવળ નૂહનું કુટુંબ રહ્યું રે-નાશ. |
| ૪ | નૂહ ન્યાયનો ઉપદેશ આપે, મન ફેરવે નહિ તે પાપી રે-નાશ. |
| ૫ | નૂહે વહાણ બનાવ્યું બહું મોટું, લોક જૂએને લાગે ખોટું રે-નાશ. |
| ૬ | આપ મતે તો ઘંઘો ચલાવે, વાત મનમાં કોઇ ન લાવે રે-નાશ. |
| ૭ | હદ મૂકોને પાણી ચાલ્યું, દેવે પોતાનું વચન પાળ્યું રે-નાશ. |
| ૮ | કોઇ ઘરે ચડે ને કોઇ પહાડે, કોઇ ટેકરે ચડે ને કોઇ ઝાડે રે-નાશ. |
| ૯ | આપી પાપીઓને શિક્ષા ભારો, તેના ભકતોને લોઘા ઉગારી રે-નાશ. |