142
૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
| ગરબી | |
| કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
| ૧ | દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૨ | સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૩ | સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૪ | હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર; |
| મળવા ચાલી સુંદર વરરાજો. | |
| ૫ | હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૬ | તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર; |
| મળવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૭ | ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૮ | આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૯ | રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૧૦ | પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર? |
| મનવા ચાલી સુંદર વરરાજાને. | |
| ૧૧ | હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર; |
| મનવા ચાલી સુંદર વરરાજાને. |
Phonetic English