179
૧૭૯ - ઈસુ એ જ સગું
| કર્તા: | એન. જે જયેશ |
| ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
| ૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
| મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
| નથી કોનો પ્રે . અજાયબ એવો, | |
| નિહાળું અખંડિત તેહમાં જેવો. | |
| ૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
| વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
| માઠી વેળા આશ્રય તે એક મારો, | |
| વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
| ૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
| તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
| કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |
| સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
| ૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
| તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
| મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
| મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |
Phonetic English
| Kartaa: | N. J Jayesh |
| Tek: | Sagu maare Isu che vaa'laamaa vaa'lu, sagu maaru sarv hu tene aj bhaadu. |
| 1 | Nathi kone saathi sahodaar aevo, |
| Malyo mane Isu masihaa aj jevo, | |
| Nathi kone pre. Ajaayab aevo, | |
| Nihaadu akhandit tehamaa jevo. | |
| 2 | Dukhesukhe paasamaa paas re'naaro, |
| Vipattimaa himmat, saa'ya denaaro, | |
| Maathi vedaa aashray te ek maaro, | |
| Viro maari vaa're sadaa chadhanaaro. | |
| 3 | Jene prabhu Isu aj ek sagu che, |
| Tene jagamaa ochu kashu pan shu che? | |
| Kaaje badhu vishva aa to tehnu che, | |
| Sagu te vinaa sahu vyarth badhu che. | |
| 4 | Dhanya jene Khrist tani aj sagaai |
| Tare aa bhavsaagar te jan sadaai, | |
| Male aene shaashvat jeevan, bhai, | |
| Male saath swarg, nahi ae navaai |
Image
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : ---- , Sung By By C.Vanveer