SA176
| ટેક - હે તું પૂર્ણ પ્રેમના દેવ (૨) પાપ કંલકને મનથી કાઢજે સફાઇથી કરૂં તારી સેવ. | |
| ૧ | ઇસુ તારી માફક નિત ચાલું. (૨) તારી ઇસ્છા રોજ રોજ કરવા, તન મન ધન આલું. |
| ૨ | દેહની હાનિ થાય તો થાય, (૨) મારા જીવના શત્રુઓ કાઢજે, રાજ કર અંતર માંય. |
| ૩ | શક ભરેલી વાતથી રહીશ દૂર,(૨) મારી અરજી કબૂલ કરીને, પ્રીતિથી કર ભરપૂર. |
| ૪ | પવિત્ર આત્મા અહીં છે રે, (૨) તે જો મારી સંગમા રહે તો શેતાન શું કરે ? |
| ૫ | મજ પર રેડ સાફ કારનાર ધાર, (૨) મારે કાજે અમસ્તું કેમ જાય દુ:ખ તારું અપાર. |
| ૬ | ધન ધન મન છે સાફ મારું,(૨) તારા મૂલવાન લોહી થકી હું પામ્યો દાન તારું. |