517
૫૧૭ - નિર્વિકાર ઈસુ
| આજ ને કાલ ને સર્વદા કાળમાં | ||
| ખ્રિસ્ત તો તેહનો તે રહે છે; | ||
| સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ | ||
| ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે; | ||
| ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ | ||
| સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું; | ||
| પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી | ||
| સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું. |