490
૪૯૦ - ઈસુ જેવો હું થઉં
| ૧ | ઈસુ જેવો હું થઉં, સાલસ, નમ્ર, દયાળ; |
| ક્રોધતણો તે શબ્દ પણ નવ બોલ્યો કો કાળ. | |
| ૨ | ઈસુ જેવો હું થઉં, ભક્તિ કરે દિનરાત; |
| પહાડો પર તે એકલો મળે પિતાની સાથ. | |
| ૩ | ઈસુ જેવો હું થઉં, ક્ષમા કરે અપરાધ; |
| સતાવનારા પર કદી ન કરે સામો વાદ. | |
| ૪ | ઈસુ જેવો હું થઉં, પરદુ:ખ ભંજનહાર; |
| બની શકે તેવું કરી, કાઢું દુ:ખનો ભાર. |