| છંદ :
|
ચોપાયા
|
| રાગ પદ :
|
ધનાશ્રી કે ભીમપલાસ
|
| (મિશ્ર તાલ :
|
કેહરવા)
|
| કર્તા :
|
કા. મા. રત્નગ્રાહી
|
| ૧
|
સ્વરનું સુખ તેં મૂકી દીધું, માનવ દુ:ખ નિહાળી;
|
|
|
નભથી ભૂ લગ નીચો થઈને, છેક થયો તું ખાલી.
|
| ટેક :
|
જય જય ખ્રિસ્ત દયામય સ્વામી.
|
| ૨
|
તું ધનવાન છતાં નિરધન થઈ આવ્યો આ જગમાંહી;
|
|
|
સ્વર્ગભુવનનો રાજકુંવર તે, દીનપણાને ગ્રાહી. જય.
|
| ૩
|
માતા મરિયમ પેટે જન્મી માનવદેહ તેં ધારી;
|
|
|
નમ્ર ગભાણે પોઢી, વ્હાલા, કોમળ, કોમળ કાયા તારી. જય.
|
| ૪
|
આ જગ માંહે વાસ કરીને જનહિત કાર્યો કીધાં;
|
|
|
અંધા, પંગા, ચંગા કીધા, અંગ પરિશ્રમ લીધા. જય.
|
| ૫
|
પ્રેમ દયાથી નિશદિન વરતી શુભ ઉપદેશ જ દીધો;
|
|
|
તોપણ જગતે અંધ બનીને નાથે ન માની લીધો. જય.
|
| ૬
|
મુજ પાપે બહુ પીડિત કીધો, વીંધ્યાં અંગો તારાં;
|
|
|
ગાઉં નિરંતર તુજ ગુણ-ગીતો, પરમ પ્રિય પ્રભુ મારા. જય.
|