|
|
ગરબીનો ઢાળ
|
|
|
(તાલ : કેહરવા)
|
|
|
(મારા પ્રાણપ્રિય ઈસુ - એ રાગ)
|
| કર્તા :
|
કા. મા. રત્નગ્રાહી
|
| ટેક :
|
આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભોપાળ.
|
| ૧
|
રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર;
|
|
|
સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી.
|
| ૨
|
જગસ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મ્હેર;
|
|
|
કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી.
|
| ૩
|
દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય;
|
|
|
મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી.
|
| ૪
|
હે જગવાસી, જાગૃત થાજો હર્ષે ગાઓ ગાન;
|
|
|
તમ કાજે આ છે શુભ વાર્તા, સુણો દઈએ ધ્યાન. આવી.
|
| ૫
|
તારે કાજે, મારે કાજે, સૌ માનવને કાજ;
|
|
|
શુભ વાર્તા આ સૌને કાજે, જન્મ્યો ત્રાતા આજ. આવી.
|
| ૬
|
હે જગવાસી, હર્ષ કરીને દો ત્રાતાને માન;
|
|
|
જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન. આવી.
|
| ૭
|
આવ્યો છે એ જગને કાજે, છોડી સ્વર્ગી ધામ;
|
|
|
ગૌરવના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી.
|
| ૮
|
ગભાણે પોઢેલો તે પન રહેવા દો નહિ ત્યાંય;
|
|
|
આપો હૈયું રહેવા તેને, રહેશે સ્વર્ગી રાય. આવી.
|
| ૯
|
ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય;
|
|
|
ખ્રિસ્ત જયંતી સુખકર થાશે, દુ:ખડાં સર્વ જાય. આવી.
|