SA504
| મારું શોભિતું શોભિતું ઘર, મારું શોભિતું શોભિતું ઘર, જ્યાં ઇસુ છે બેસનાર રાજ્યાસન ઉપર, | |
| ૧ | જગ ઉપરથી ઊઠાડી મન, આકાશમાં એકઠું કરું ધન, ને ઇસુ પર લગાડું ધ્યાન, મારું ઘર છે ત્યાં મારું ઘર છે ત્યાં. |
| ૨ | જયાં વહે છે જીવતો, ઝરો ને વસે જયવાન શૂરવીરો, ને સૌ આપે છે દેવને માન, મારું ઘર છે ત્યાં મારું ઘર છે ત્યાં. |
| ૩ | સંદેહ ને શોક ને દુઃખથી દૂર, જયાં સદાકાળ છે સુખ ભરપૂર, ને છે બહુ રળિયામાણું સ્થાન,મારું ઘર છે ત્યાં, મારું ઘર છે ત્યાં. |