SA358
| ૧ | ઘેટાંને ચરાવતા તે નિત રાખે સંભાળ. ધન. |
| ૨ | નિરમળ પાણી પાય છે તે જીવન નદની માય. ધન. |
| ૩ | નિત નિત દોરી જાય છે જ્યાં લીલુ ઘાસ જ થાય. ધન. |
| ૪ | ટોળાને ચરાવતાં તે આગળ આગળ જાય. ધન. |
| ૫ | વાઘ, વરુ કે ચોરથી નવ હાનિ તો કઈ થાય. ધન. |
| ૬ | થાકે જો કોઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન. |
| ૭ | માંદુ જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત ધન. |
| ૮ | ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન. |
| ૯ | ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન. |