SA192
| ટેક :- પ્રભુ આવો તમે મારી જીવન વાડીમાં, જીવન વાડીમાં મારી જીવન વાડીમાં. | |
| ૧ | આ વાડી બનાવી લીલી, એ વિવિધ રંગે ખીલી, માંહે સુંદર રોપાયા રોપ, - મારી જીવન વાડીમાં |
| ૨ | પાણીની નીકો વાળી, જૂઓને ઇસુ માળી, એ પાય જીવનનું પાણી, - મારી જીવન વાડીમાં. |
| ૩ | માંહે જ્ઞાન ગુલાબી ગોટા અને નીતિ સાગના સોટા, માંહે ભકિતમાર્ગ છે મોટા, - મારી જીવન વાડીમાં. |
| ૪ | સારાં ફળો જે આપે, વાડીમા ઝાડ તે રાખે, કડવા વેલાઓ કાપે, - મારી જીવન વાડીમાં. |