216
Jump to navigation
Jump to search
૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ
| (એકત્રીસા સવૈયા) | |
| કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
| ટેક: | મનની અંદર કરવા મંદર આવો, હે શુદ્ધાત્મા નાથ; |
| આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. | |
| ૧ | હેતે હૈયું સોંપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; |
| અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની. | |
| ૨ | જો હૈયું પાષાણ તણું તો નમ્ર કરીને કરજો વાસ; |
| અંધારાથી હોય ભરેલું તો દેજો સ્વર્ગી પ્રકાશ. મનની. | |
| ૩ | દુર્ગુણ ને સહુ પાપો મારાં તમ તેજે એ સૌ ગભરાય; |
| જેમ રાત્રીનાં વનચર પ્રાણી અજવાળું જોઈ છૂપી જાય. મનની. | |
| ૪ | બક્ષિસો તમ સાથે લઈને આવી આપો આશીર્વાદ; |
| સત્તા પાપ તણી ઉખેડી મુજમાં ગાદી સ્થાપો, નાથ. મનની. | |
| ૫ | ત્રાતાનાં વચનો સંભારી માગું તેને નામે આજ; |
| મુજ અંતર આત્મામાં નિશદિન રહેજો તમ સુખદાયક રાજ. મનની. |
Phonetic English
| ( Ekatreesa Savaiya) | |
| Karta: | K. M. Ratnagrahi |
| Tek: | Manani andar karva mandar aavo, he shuddhaatma naath; |
| Aadar bhaave ne ullaase bahu sanmaane jodu haath. | |
| 1 | Hete haiyu sopu maaru, aavo, naath, biraajo ur; |
| Adachahnkaarak, khedjanak sau, evu melu karajo door. manani. | |
| 2 | Jo haiyu paashaahn tahnu to namra kareene karajo vaas; |
| Andhaaraathi hoy bharelu to dejo svargi prakaash. manani. | |
| 3 | Durgun ne sahu paapo maara tam teje ae sau gabharaay; |
| Jem raatreena vanchar praahni ajavaahdu joi chhoopi jaay. manani. | |
| 4 | Bakshiso tam saathe laeene aavi aapo aashirvaad; |
| Satta paap tahni ukhedi mujamaan gaadi sthaapo, naath. manani. | |
| 5 | Traataana vachano sambhaari maagu tene naame aaj; |
| Muj antar aatmama nishadin rahejo tam sukhdaayak raaj. manani. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| (Ekatrisa Savaiya) | |
| Kartaa: | કા. મા. રત્નગ્રાહી |
| Refrain: | Come into the mind within to make Your temple, O pure Spirit Lord; |
| With reverent feeling and great joy, with much honor I fold my hands. | |
| ૧ | With love I offer my heart, come, Lord, be seated in my breast; |
| All that hinders and causes sorrow, such uncleanness remove far away. Of the mind. | |
| ૨ | If the heart is of stone, then make it humble and dwell there; |
| If it is filled with darkness, then give heavenly light. Of the mind. | |
| ૩ | My vices and all my sins, by Your radiance they all are frightened; |
| As the creatures of the night hide away on seeing the light. Of the mind. | |
| ૪ | Bringing Your gifts with You, come and give blessing; |
| Uprooting the power of sin, establish Your throne in me, Lord. Of the mind. | |
| ૫ | Remembering the Savior's words, I ask today in His name; |
| In my inner soul remain day and night, Your comforting reign. Of the mind. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshri
Chords
G C D G
ટેક: મનની અંદર કરવા મંદર આવો, હે શુદ્ધાત્મા નાથ;
G C D G
આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ.
G C D G
૧ હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર;
G C D G
અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની.