|
|
૮, ૫, ૬, ૩ સ્વરો
|
|
|
"Art thou weary, art thou languid ?"
|
|
|
Tune: Stephanous or Bullinger
|
|
|
લેટિનમાં કર્તા: મારસાબાનો સંત સ્ટીફન,
|
|
|
૭૨૫-૯૪
|
|
|
અંગ્રેજી અનુ. : જોન.
|
|
|
એમ. નીલ, ૧૮૧૮-૬૬
|
|
|
અનુ. : રોબર્ટ વાઁર્ડ
|
|
|
| ૧
|
શું ઉદાસી, શું તું કમજોર, શું દુ:ખિત છે મન ?
|
|
|
" આવ મુજ કને," એક જન કહે છે, "જો શાંતવાન !"
|
|
|
| ૨
|
એ માર્ગદર્શકનું શું નિશાન જેથી થાય મેળાપ ?
|
|
|
"હાથમાં, કૂખમાં, ને ચરણે પણ, ઘાની છાપ."
|
|
|
| ૩
|
તેમના માથે રાજા જેવો મુગટ હોય તો કહો;
|
|
|
"હા, એક મુગટ શિર ઉપર છે, કાંટાનો !"
|
|
|
| ૪
|
તેમનાં પગલાંમાં હું ચાલું, મને મળશે શું ?
|
|
|
"ઘણું સંકટ, ઘણી મહેનત, ને આંસુ !"
|
|
|
| ૫
|
સ્થિર રહીને તેમને વળગું, છેવટ શું ઈનામ ?
|
|
|
"મોતની નદી પાર ઊતરતાં છે આરામ."
|
|
|
| ૬
|
મને લેવા કરીશ અરજ, શું થાય નાકબૂલ ?
|
|
|
"પૃથ્વી, આકાશ રહે ત્યાં સુધી, ના, બિલકુલ."
|
|
|
| ૭
|
મળતાં, ચાલતાં, ટકતાં, મથતાં, કરશે તે મુજ હિત ?
|
|
|
સંત, શહીદ, પ્રેરિત સૌ કહે છે, "હા, ખચીત."
|