355
૩૫૫ - ખ્રિસ્તવિરહ
| ટેક: | તને છોડીને, ખ્રિસ્ત, હું જાઉં કહીં ? જાઉં કહી, પ્રભુ, જાઉં કહીં? |
| ૧ | વિરહ રે તારો નરક ભયંકર, ભાસે પ્રલાયાનળ પેઠે. |
| ૨ | પાપી પ્રકૃતિ તણો છું પ્રાણી, તુજ વિણ ભારે ભય લાગે. |
| ૩ | રુદિયું તુજ વિણ ઊલટું થાયે, આ જગે સૂલટું કોણ કરે? |
| ૪ | તુજ સંગત વિના તો મુજને, સ્વર્ગસુખ પણ નહિ જ ખપે. |
| ૫ | વચનામૃત, પ્રભુ, તુજ પાસે છે, જીવનજળ પણ તું આપે. |
| ૬ | ધર્મરવિ તું ક્ષણભર નહિ તો ઘોર ભયંકર જગ ભાસે. |
| ૭ | નમન કરી કરગરીએ દાસો, રાખો ચરણે નિત પાસે. |