89
૮૯ - ઈસુ રાજાની સવારી
| ૧ | સિયોનની ઓ સુંદરી જોને, |
| આંગણે તારો રાજા આવે; | |
| સ્વાગતની તું કર તૈયારી, | |
| આંગણે તારો રાજા આવે. | |
| ૨ | જગનાં બંધન તુજને સતાવે, |
| જગનાં બંધન તુજને હરાવે; | |
| એ બંધનને છેદવા સારુ, | |
| આંગણે તારો રાજા આવે. | |
| ૩ | જુગ જુગ ચમકો કીર્તિ તમારી, |
| જુગ જુગ ફરકો ધ્વજા તમારી; | |
| ધન્ય મસીહા, ધન્ય ઓ સ્વામી, | |
| ધન્ય કરી આ જિંદગી મારી. |