87

Revision as of 06:58, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ== {| |+૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ |- |ટેક : |રાખો, રાખો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ

૮૭ - પ્રભુ ઈસુની પ્રીતિ
ટેક : રાખો, રાખો, તમે પ્રીતિ, પ્રભુ ઈસુએ દીધિ રીતિ.
પગ ધોયા શિષ્યોના જ્યારે, રીતિ શીખવી તેણે ત્યારે.
દુ:ખ વેઠયું ખ્રિસ્તે ભારી પાપી જન લીધાં તારી.
વાસ કીધો જગ સાથે, પાપ લીધાં સહુનાં માથે.
પ્રીતિ કીધી શિર સાટે, પ્રાણ દીધો પાપી માટે.
માથું નામી દીધો પ્રાણ, તેથી થયું સહુનું ત્રાણ.
કેવી પ્રીતિ કીધી તેણે ! એવી કીધી બીજા કોણે?