20
૨૦ – ઈશ્વર આપણી સહાય
| ૧ | ઈશ્વર, ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
| તોફાનમાં પણ તું છે આશ્રય, | ને સ્વર્ગમા અનંત વાસ. | |
| ૨ | તારી ગાદીની છાયામાંય | રે'શે નિર્ભય તુજ ભક્ત; |
| અમારી બચાવ પૂરતો છે, | છે તારો હાથ સશક્ત. | |
| ૩ | પૃથ્વીને રચી તે પે'લાં | યા પા'ડ થયેલ ઉત્પન્ન, |
| અનાદિ કાળથી તું ઈશ્વર, | અનંતકાળ સુધી પણ. | |
| ૪ | તુજ દષ્ટિમાં વરસ હજાર, | એક રાતના જેવાં છે; |
| જેમ રાત જતી રે' પ્રભાતે | તેમ તે પણ એવાં છે. | |
| ૫ | કાળ વે'તી નદીના પૂર્ પેઠે | લોકો તાણી જાય છે; |
| સવારે સ્વપ્ન ભુલાય તેમ | તેઓ મરી જાય છે. | |
| ૬ | ઈશ્વર ગતકાળમાં થયો સા'ય, | ભવિષ્યની છે આશ; |
| દોરના અમારો થા સદાય | ને સ્વર્ગમાં અનંત વાસ. |