27
૨૭ – યહોવાની સ્તુતિ કરો
| ૧ | હે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો, |
| તેનાં અદ્ભુત કામ હર્ષાનંદે વખાણો | |
| તેણે તો જન્મથી આપણે પાળ્યા છે, | |
| ને આજ તો જન્મથી આપણે પાળ્યા છે, | |
| ૨ | પ્રભુ, તું દાનશીળ દેવ, અમારી પાસે રે'જે, |
| ને આનંદિત હ્રદય ને પૂરી શાંતિ દેજે | |
| ને તારી ક્રુપાથી અમને તું નિત નિભાવ, | |
| ને સર્વ દુ:ખોથી સદા અમને બચાવ. | |
| ૩ | પિતાને પુત્રને અને પવિત્રાત્માને, |
| હા, ત્રિએક ઈશ્વરને, આકાશ, પૃથ્વી સન્માને | |
| તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ, | |
| તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ. |