398

Revision as of 06:46, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૩૯૮ - બધું ઈસુને કહે == {| |+૩૯૮ - બધું ઈસુને કહે |- |૧ |અગર જો હોય માંદો તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૯૮ - બધું ઈસુને કહે

૩૯૮ - બધું ઈસુને કહે
અગર જો હોય માંદો તું, ઈસુને કહે, ઈસુને કહે.
હ્રદયભંગિત થયો છે શું ? ઈસુને કહે, ઈસુને કહે.
પડયો શિર બોજ જો ભારી, ઈસુને કહે, ઈસુને કહે,
પડે નીર આંખથી તારી, ઈસુને કહે, ઈસુને કહે.
વિસામો જીવ જો માગે, ઈસુને કહે, ઈસુને કહે,
મરણની બીક જો લાગે, ઈસુને કહે, ઈસુને કહે.
કદી મમ ભ્રાત, જો વાગ્યા હ્રદયમાં ખૂબ કારી ઘા,
અરે, ના રાખતો છાના, ઈસુને કહે, ઈસુને કહે.
ગરજ સહુ હોય તારી જે, ઈસુને કહે, ઈસુને કહે,
ગમે તે હોય તારું જે, ઈસુને કહે, ઈસુને કહે.