464
૪૬૪ - ફસલને માટે પ્રભુનો આભાર
| ટેક: | આપણી ચોગમનાં શુભ દાનો, આકાશેથી આવે છે; |
| તેથી પાડ પ્રભુનો માનો, કારણ કે તે પ્રીતિ છે. | |
| ૧ | ખેતરને તૈયાર કરીને વાવીએ બહુ આશાએ, |
| દેવ પ્રભુ તે ઉગાડે છે, પાણી પણ પ્રેમે પા એ.આપણી. | |
| ૨ | શિયાળે શીતળતા આપે ઉનાળાથી તપવે છે, |
| ચોમાસામાં મેહ વરસાવી, વાવેતરને ખીલવે છે. આપણી. | |
| ૩ | આ દુનિયાનાં સઘળાં વાનાં, તેજોમય તારા નભના, |
| ખેતરનાં સુંદર ફૂલ વૃક્ષો, એ છે કામો ઈશ્વરનાં. આપણી. |