411
૪૧૧ - સ્વર્ગી ભુવન
| કર્તા: સી. એમ. જસ્ટીન | |
| ટેક: સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં, | |
| મારે જાવું મારાા સ્વર્ગ ભુવનમાં. | |
| ૧ | હ્યાં હું પરદેશી ને મુસાફિર, |
| અલ્પ સમય મારે રહેવું જગતમાં. સ્વર્ગ. | |
| ૨ | દુ:ખ ને ભૂખ તહીં, ન થાક ને તાપ કંઈ, |
| શોક ન તૃષા મારા સ્વર્ગી સદનમાં. સ્વર્ગ. | |
| ૩ | ખ્રિસ્ત પ્રભુ, મારા તારણહારા, |
| તારી કૃપાએ આવું તારા ભુવનમાં. સ્વર્ગ. | |
| ૪ | સ્વર્ગભુવન, સ્વામી, તારી કૃપા પામી, |
| અહોનિશ વાસ કરું સ્વર્ગી ભુવનમાં. સ્વર્ગ. | |
| ૫ | નહિ પરદેશી, નહિ મુસાફિર, |
| સર્વ સુખાકારી મારા ખ્રિસ્તભુવનમાં. સ્વર્ગ. |