331
૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ
| ૧ | મુજ જીવન લે, મજ જીવન લે, સમર્પિત કરું, મજ જીવન લે; |
| મજ જીવનમાં નિશદિન નકી તુજ સેવ કરું મન ભાવ થકી. | |
| ૨ | મજ વાપર હાથ દરેક પળે, કરવા તુજ કામ પ્રત્યેક સ્થળે; |
| મજ પાય અતુલ હર્ષિત થઈ પળશે સર્વ ઠામ સંદેશ લઈ. | |
| ૩ | કરવા મજ ભૂપ તણાં સ્તવનો મજને સ્વર આપ મધુર ઘણો |
| વદવા તુજ સુવચનો જનને બળ, હિંમત પુષ્કળ દે મજને. | |
| ૪ | પ્રભુ, લે, મા દામ અર્પું જ તને તુજ સેવ અર્થે ધરું છું ચરણે; |
| મજ દામ વડે, મજ જ્ઞાન વડે, તુજ નામ તણો મહિમાય વધે. | |
| ૫ | પ્રભુ, લે, મહ પ્રેમ અર્પું જ તને, મનભાવ થકી ધરું છું ચરણે; |
| તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે. |