316
૩૧૬ - ઈસુનું સ્મરણ
| ૧ | ઈસુની નામને સ્મરું છું, તે મનને લાગે મિષ્ટ; |
| જો જોઉં મુખ ને પાસે રહું તો લાગે બહુ સ્વાદિષ્ટ. | |
| ૨ | માણસના વિચાર, શક્તિ જે ને મધુર સૂરનાં ગાન, |
| હે ત્રાતા, મારી દષ્ટિએ ન મિષ્ટ તું સમાન. | |
| ૩ | લીનોનો આનંદ તથા આશ; ને પતિત પર દયાળ, |
| શોધકને ન કાઢે નિરાશ, એવો તું છે સૌ કાળ. | |
| ૪ | જે તને પામે તેનું સુખ અવાચ ને ના લખાય; |
| ઈસુની પ્રેમનું પૂરું રૂપ અનુભવે જોવાય. | |
| ૫ | ઈસુ, તું થઈશ મારું ઈનામ, તેમ આનંદ પણ થા હાલ; |
| થા આજે તું ગૌરવ આ ઠામ, ને એમ જ રહે સૌ કાળ. |