300
૩૦૦ - જીવનની રોટલી
| ૧ | જેમ તેં રોટલી આપી ગાલીલ મધ્યે, |
| તેમ આપ જીવન રોટલી, પ્રભુ, મને, | |
| હું શોધું છું તને, શબ્દ જીવતા; | |
| તુજ સારુ તલપે છે મારો આત્મા. | |
| ૨ | તેં સત્ય જણાવ્યું ગાલીલ મધ્યે, |
| તેમ સત્ય જણાવ તું પ્રભુ, મને; | |
| ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે, | |
| ને શાંતિ બહુ થશે, મુજ મન મધ્યે. | |
| ૩ | શિષ્યો ચાલ્યા તુજ સાથ ગાલીલ મધ્યે, |
| તેમ ચાલતાં તુજ સંઘાત, શીખવ મને; | |
| તો સંકટો જશે, વિશ્વાસથી જીત; | |
| જોઈશ, પ્રભુ, તને જે બહુ ઈચ્છિત. |