280
૨૮૦ - ઈસુનું રુધિર
| ૭, ૮, ૭, ૮ સ્વરો | |
| "What can wash away my stain' | |
| Tune: S. S. 338 | |
| કર્તા: આર. લાઉરી | |
| અનુ. : કા. મા. રત્નગ્રાહી | |
| ૧ | મુજ પાપના ડાઘ ઘોશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું; |
| મુજને સાજો કરશે કોણ? ઈસુનું રુધિર છે વ્હેતું; | |
| ટેક: | અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે; |
| અન્ય ઝરો ન મળે, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
| ૨ | શુદ્ધ કરનારું જોઉં એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું; |
| મુજ માફીનો ઉત્તર તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
| ૩ | બીજાથી પાપ દૂર ન થાય, ઈસુનું રુધિર છે વ્હેતું; |
| મુજ પાસે નહિ સુકૃત કાંય, ઈસુનું રુધિર છે વ્હેતું. | |
| ૪ | મુજ શાંતિ ને આશા એ જ, ઈસુનું રુધિર છે વ્હેતું; |
| મારું ન્યાયીપણું પણ તે જ, ઈસુનું રુધિર છે વ્હેતું. |