219
૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના
| સગ: | ભીમપલાસ ત્રિતાલ |
| કર્તા: | આલ્બર્ટ કે. ક્રિશ્વિયન |
| ટેક: | પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, |
| પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો. | |
| ૧ | તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના. |
| અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; સહુ પાપ તિમિરને દૂર કરો. | |
| ૨ | તુજ આત્માનો એક અખંડ દીવો, અમ અંતરમાં પ્રગરટવો નવો; |
| અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો; અમ અંતરમાં, પ્રભુ, આપ રહો. | |
| ૩ | તુજ થંભનો પ્રેમ જગને બતાવું, તુજ ત્રાણ તણી શુભ વાત કહું; |
| તુજ જ્યોતિ વડે જગને ઝગાવું, તુજ જ્યોતિ મહીં બધું વિશ્વ લાવું. |