|
|
"Come, Holy Ghost, our souls inspire"
|
| Tune:
|
Veni Creator
|
| અંગ્રેજી અનુ :
|
જોન કોસીન, ૧૫૯૫-૧૬૭૨
|
| અનુ.:
|
રામભાઈ કલ્યાણભાઈ
|
| ૧
|
હે સૃષ્ટિસ્થાપક આત્મા, આવ, અમોમાં તારો વાસો લાવ;
|
|
|
અમારાં મન કર તુજ ઘર, સ્વર્ગીય કૃપા એમાં ભર.
|
| ૨
|
તું તો સંબોધક આત્મા જે, પરાત્પર દેવનું દાન તે;
|
|
|
તું જીવતું જળ, તું અગ્નિ, પ્રેમ, તું આત્મિક અભિષેક તેમ.
|
| ૩
|
તું સાત બક્ષિસ આપનાર, તું દેવની આંગળી જોરદાર;
|
|
|
તું બાપનું વચન સદા છે, બોલવાની અમને શક્તિ દે.
|
| ૪
|
અમ મનોમાં પ્રકાશ કર, ને તારો પ્રેમ અમોમાં ભર;
|
|
|
દૂર કર સૌ દૈહિક નબળાઈ, બળવાન કર અમોને સદાય.
|
| ૫
|
તું શત્રુઓને દૂર હઠાડ, અમોને શાંતિ તું પમાડ;
|
|
|
અગ્રેસર થઈ અમોને દોરે, તો ભૂંડાનું નહિ ચાલે જોર.
|
| ૬
|
અમને દે જાણવા બાપને આજ, ને પુત્રને જે મહારાજ;
|
|
|
તું આત્મા બન્નેનો ખરો, તને માનિયે, એવું કરો.
|
| ૭
|
સૌ માન આપો આજ, ઉત્થાન પામેલા સુતને તાજ;
|
|
|
શુદ્ધાત્માની પણ સ્તુતિ ગાઓ, ત્રિએક દેવનો મહિમા થાઓ.
|