|
|
ભજન
|
| કર્તા:
|
દાનિયેલ ડાહ્યાભાઈ
|
| ટેક:
|
મારો ઈસુ બહુ છે સારો હાં,
|
|
|
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી.
|
| ૧
|
તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં,
|
|
|
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી.
|
મારો.
|
| ૨
|
તે તો ભૂખ્યા જનનું ભાણું હાં,
|
|
|
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી.
|
મારો.
|
| ૩
|
તે તો થાકેલાનો વિસામો હાં,
|
|
|
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી.
|
મારો.
|
| ૪
|
તે તો છાંયો તડકા સામે હાં,
|
|
|
તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી.
|
મારો.
|
| ૫
|
તે તો વૈદ બીમારનો સારો હાં,
|
|
|
તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી.
|
મારો.
|
| ૬
|
તે તો સંકટ સર્વ નિવારે હાં,
|
|
|
તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી.
|
મારો.
|