158

Revision as of 11:35, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી== {| |+૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી |- |ટેક: |જય પ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી

૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી
ટેક: જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વાની.
જય જગત્રાતા, જય સુખદાતા, જય જય પ્રભુ, અનુપામી.
જય ભયભંજન, જય જનરંજન, જય પુરણ સતકામી.
પાપતિમિર ધન નાશક તમે છો, ધર્મ દિવાકર નામી.
કલિમલ દૂષણ હરતા તમે છો, સંકટ વાટ સહગામી.
નરતન ધરી લીધો અવતાર, તજી સુંદર દિવ્ય ધાની.
દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી.