155

From Bhajan Sangrah
Revision as of 12:21, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર== {| |+ |- |ટેક: |છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫૫ - ખ્રિસ્તનું ચિત્ર

ટેક: છબી ખૂબ સારી બહુ પ્યારી તારી, ઓ પ્રભુ ઈસુ, લાગે રે.
પ્રેમ, દયા, શુભ કરુણા, મમતા, દીપે છે સર્વાંગે રે. છબી.
રાંકપણું, બહુ દીનતા નીરખી મુજ મન મોટપ ત્યાગે રે. છબી.
મિત્રોમાં તું શ્રેષ્ઠ સખા થઈ બહુવિધ સંકટ ભાગે રે. છબી.
પ્રેમી કરે દઈ નાથ ઉગારે, જવ તુફાનો જાગે રે. છબી.
આત્મિક યુદ્ધે ઢાલ ખરી તું, શત્રુબાણ ન વાગે રે. છબી.
મહા મનોહર મિષ્ટ તું લાગે, તુજ સંગત મન લાગે રે. છબી.
શરણ ગ્રહીને નાથ દયાનિધ, ગાઉં નિરંતર રાગે રે. છબી.
દાસ આપનો બહુ અભિલાષી, દર્શન નિત નિત માગે રે. છબી.