|
|
ઝૂલણા વૃત્ત
|
| કર્તા :
|
એલિશા ઈ.શાસ્ત્રી
|
| ટેક:
|
ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા.
|
| ૧
|
હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે;
|
|
|
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે.
|
| ૨
|
જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં,
|
|
|
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં,
|
| ૩
|
શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો;
|
|
|
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો.
|
| ૪
|
આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે;
|
|
|
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે.
|
| ૫
|
તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની;
|
|
|
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ.
|
| ૬
|
બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની,
|
|
|
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની.
|