97
૯૭ - પહાડ પરની વાડી
| ૧ | પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી |
| પાપી કાજ રડતાં ઘણી રાત કાઢી; | |
| પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. | |
| ૨ | ઈસુ, મારા પ્રભુ, તારી સાથે રડું, |
| માણસોને તારવાને તારે કાજે લડું; | |
| પ્રભુ, મને દેજે પ્રીતડીરે તારી. | |
| ૩ | લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં, |
| કોણથી કહેવાય રે, પ્રભુ, દુ:ખ તારાં ! | |
| પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. | |
| ૪ | નાશમાં જનારાં લાખો નરનારી, |
| તેઓને, હે પ્રભુ, લાવું ગમ તારી; | |
| પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. |