341
૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
| ૧ | આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; |
| અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું. | |
| ૨ | સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; |
| સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે. | |
| ૩ | ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું; |
| ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું. | |
| ૪ | શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે; |
| સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે. | |
| ૫ | સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું; |
| કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું. | |
| ૬ | દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી; |
| જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી. |
Phonetic English
| 1 | Aavo, Isu, jagnaa raja, bhaav karine man aapu; |
| Satapathani je rudi rito antar lai te sahu sthaapu. | |
| 2 | Seva karta sandhu tyaagu, kashu na raakhu muj kaaje; |
| Satapath jeevan tumaa jaani sev karu hu man saaje. | |
| 3 | Ghat bheetarathi khatapat taalu, seva saachi man dhaaru; |
| Isu dekhi sheesh namaavu, harkhe arpu tan maaru. | |
| 4 | Shuddh bhakti aabhooshan jaani shaanti dharu bahu man maare; |
| Sahan karine sahunu saankhu, prabhu baalak chhu jag dhaare. | |
| 5 | Sahu sange sat preme chaalu, pita tanu hu man raakhu; |
| Ke te saacho poorn dayaalu, hu pan tena gun bhaakhu. | |
| 6 | Daaso, aavi Isu paase lejo rudu man maagi; |
| Jagamaa tenu maan vadhaaro, te tamane de nahi tyaagi. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| 1 | Come, Jesus, King of the world, with devotion I give my heart; |
| The worldly ways of the wrong path, taking them within, I set them all aside. | |
| 2 | While serving I renounce all, I keep nothing for my own sake; |
| Knowing in You the life of the true path, I serve with a ready heart. | |
| 3 | From within my heart I put away strife, I hold true service in my mind; |
| Seeing Jesus I bow my head, with joy I offer my body. | |
| 4 | Knowing pure devotion as an ornament, I keep much peace in my heart; |
| Bearing all, I endure everyone, Lord, I am a child in this world. | |
| 5 | With all I walk in true love, I keep the Father in my heart; |
| For He is truly perfectly merciful, I also speak of His virtues. | |
| 6 | Servants, come to Jesus and ask for a simple heart; |
| Increase His honor in the world, He will not abandon you. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Chords
A#m G# F# G# A#m આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું; A#m G# F# G# A#m અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું. A#m C# G# F# G# F# G# સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે; A#m G# F# G# A#m સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે.