57

Revision as of 20:05, 15 March 2026 by AI (talk | contribs) (Add/update Translation section)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ

૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ
૭,૭,૬,૬,૬,૬,૭
સ્વરો
(ગીતશાસ્ત્ર ૧૩૬)
Tune : Joyful
કર્તા : જેમ્સ ગ્લાસગો
ઈશ્વર કરે છે ઉપકાર, આપણે કરે છે ઉગાર,
તે સારો છે સહુકાળ;
ટેક : કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા,
કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.
દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન,
તે સારો છે સહુકાળ; કેમ કે.
સંધાં સૃષ્ટના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને
સ્તોત્રો કરો સહુકાળ; કેમ કે.
એકલો કરે ચમત્કાર, સર્વ લોક પર અધિકાર,
તેને ભજો સહુકાળ; કેમ કે.
સર્વ કરતાં બુદ્ધિમાન, સહુનો રક્ષક સ્તુતિમાન,
તે સારો છે સહુકાળ; કેમ કે.
આપણા શત્રુને દંડી, લીધાં આપણને ખંડી,
તે તારક છે સહુકાળ; કેમ કે.
સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે,
તે દાતા છે સહુકાળ; કેમ કે.
દેવ આકાશી મહિમાવાન, તેને માનો સદ્દગુણવાન ,
હમણાં તથા સહુકાળ; કેમ કે.

Phonetic English

57 - Ishwarni achal krupaa maate aabhaarstuti
7, 7, 6, 6, 6, 6, 7
Swaro
(Geetshaastra 136)
Tune : Joyful
Kartaa : James Glaasgo
1 Ishwar kare che upakaar, aapno kare che ugaar,
Te saaro che sahukaal;
Tek : Kem ke teni krupa, krupa, krupa, krupa
Kem ke teni krupa taki raheshe sadaakaal.
2 De devonaa devne maan, aekalo te che mahimaavaan,
Te saaro che sahukaal; kem ke.
3 Sandhaa shrushtanaa prabhune, trilokanaa mahaavibhune
Stotro karo sahukaal; kem ke.
4 Aekalo kare chamatkaar, sarv lok par adhikaar,
Tene bhajo sahukaal; kem ke.
5 Sarvaa kartaa buddhimaan, sahuno rakshak stutimaan,
Te saaro che sahukaal; kem ke.
6 Aapnaa shatrune dandi, lidhaa aapne khandi,
Te tarak che sahukaal; kem ke.
7 Sahu par daya lave che, sahune khavdaave che,
Te daataa che sahukaal; kem ke.
8 Dev aakaashi mahimaavaan, tene maano sadgunavaan,
Hamanaa tathaa sahukaal; kem ke.


Translation

This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.

57 - Thanksgiving for God's Unfailing Grace
૭,૭,૬,૬,૬,૬,૭
Notes
(Psalm 136)
Tune : Joyful
Kartaa : જેમ્સ ગ્લાસગો
1 God does kindness, He delivers us,
He is good forever;
Refrain : For His mercy, mercy, mercy, mercy,
For His mercy will endure forever.
2 Give honor to the God of gods, He alone is glorious,
He is good forever; for.
3 To the Lord of all creation, to the great Lord of the three worlds
Offer praise forever; for.
4 He alone does wonders, authority over all people,
Worship Him forever; for.
5 Wiser than all, praised protector of all,
He is good forever; for.
6 He punished our enemy, He took us out,
He is Savior forever; for.
7 He brings mercy on all, He feeds all,
He is giver forever; for.
8 God of heaven is glorious, honor Him as virtuous,
Now and forever; for.


Image

 

Hymn Tune : JOYFUL- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : JOYFUL - Sung By Lerryson Wilson Christy

Media - Composition & Sung By : C.Vanveer

Chords

    Em               D
૧   ઈશ્વર કરે છે ઉપકાર, આપણે કરે છે ઉગાર,
    C         D         Em
    તે સારો છે, તે સારો છે, સહુકાળ;

    Em        D             Em
ટેક: કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા,
    Em           D        Em
    કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.