279: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૭૯ - પ્રભુની ધીરજ == {| |+૨૭૯ - પ્રભુની ધીરજ |- | |વિક્રાંત |- | |કર્તા: થોમા..." |
(No difference)
|
Revision as of 11:40, 8 August 2013
૨૭૯ - પ્રભુની ધીરજ
| વિક્રાંત | |
| કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
| ૧ | હે જગતારક, દેવ ધણી, તુજ પાય નમું છું; |
| ને મુજ પાપ કબૂલ કરી, તુજ નામ ભજું છું. | |
| ૨ | હું ગત કાળ તજી સતને ભટકયો ભવરાને; |
| હું ગત કાળ તજી સતને ફરતો અભિમાને, | |
| ૩ | હું ગત કાળ છકેલ થઈ સત નામ ન લીધું; |
| હું ગત કાળ છકેલ થઈ બહુ પાપ જ કીધું. | |
| ૪ | તો પણ તેં અતિ રહેમ કરી મુજ નાશ ન કીધો; |
| ને સત ન્યાય કરી મુજને બદલો નહિ દીધો. | |
| ૫ | જો મુજ કામ કરેલ તણો ઈનસાફ કરે તું; |
| તો તત્કાળ પડું નરકે, નિર્દોષ ઠરે તું. | |
| ૬ | હે મુજ ભૂપ, દયાળ પિતા, બહુ ધીરજ તારી; |
| આજ હયાત રહ્યો તુજથી, જગના અધિકારી. |