272: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૭૨ - જેવો છું તેવો જ == {| |+૨૭૨ - જેવો છું તેવો જ |- | |૮ સ્વરો |- | |"Just as I am without one p..." |
(No difference)
|
Revision as of 11:23, 8 August 2013
૨૭૨ - જેવો છું તેવો જ
| ૮ સ્વરો | |
| "Just as I am without one pleu" | |
| Tune: Woodworth | |
| કર્તા: શાલાઁટ એલીઅટ, | |
| ૧૭૮૯-૧૮૭૧ | |
| અનુ. : યૂસફ ધનજીભાઈ | |
| ૧ | હું છું તેવો જ, હક વિના આજ, |
| પણ વહેવાડયું તુજ રક્ત મુજ કાજ, | |
| ને મુજને તેડે તુજ અવાજ, | |
| દેવના હલવાન, હું આવું છું ! | |
| ૨ | હું છું તેવો જ, થોભુ નહી, |
| જાતે મુજ ડાઘ ધોવા ચહી, | |
| તુજ રક્ત સૌ ડાઘ કાઢશે સહી | |
| દેવના હલવાન, હું આવું છું ! | |
| ૩ | હું છું તેવો જ, અસ્થિર ને દૂર, |
| ને મનમાં યુદ્ધ, શંકા ભરપૂર, | |
| લ બહારની બીક, ને આગ જે ઉર, | |
| દેવના હલવાન, હું આવું છું ! | |
| ૪ | હું છું તેવો જ, અંધ ને લાચાર, |
| દષ્ટિ, ધન ને મનનો ઉદ્ધાર, | |
| જે જોઈને તે તુજમાં મળનાર, | |
| દેવના હલવાન, હું આવું છું ! | |
| ૫ | હું છું તેવો જ, કર અંગીકાર, |
| કર ક્ષમા, શુદ્ધ, છૂતકો ને તાર, | |
| છે તુજ વચન પર મુજ આધાર, | |
| દેવના હલવાન, હું આવું છું ! | |
| ૬ | હું છું તેવો જ, તુજ પ્રીત ન્યારી, |
| મુજ બંધન સૌ તોડયાં ભારે, | |
| તારો જ થવા ઈચ્છા મારી, | |
| દેવના હલવાન, હું આવું છું ! |