252: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૫૨ - શ્રમિત છે ખરે ? == {| |+૨૫૨ - શ્રમિત છે ખરે ? |- | |લલિત વૃત્ત |- | |"Art thou weary, art t..." |
(No difference)
|
Revision as of 17:27, 6 August 2013
૨૫૨ - શ્રમિત છે ખરે ?
| લલિત વૃત્ત | |
| "Art thou weary, art thou languid?" | |
| અનુ. : હ. બ. ભટ્ટ | |
| ૧ | શ્રમિત છે ખરે ? કલાંત છે ખરે? અતિશ દુ:ખથી ખિન્ન તું ખરે? |
| ઈસુ કહે તને, " આવે, હું કને, પદ મળે અહીં શાંતિનું તને." | |
| ૨ | કવણ ચિહ્યથી ભોમિયો ગણી મન કરી શકું એહની ભણી? |
| ચરણ, હાથ ને પાંચળી વિષે કઠિન ઘા તણાં ચિહ્ય જો દીસે. | |
| ૩ | મુગટ રાજનો છે શું એહને શિર વિરાજતો ? તે કહો મને. |
| મુગટ મસ્તકે છે ખરેખરો, નહિ સુનાતણો - શૂળનો કર્યો. | |
| ૪ | કવણ લાભની આશ હ્યાં ધરું, પૂઠળ ખોળીને એહની સરું ? |
| વિવિધ શોક ને મે'નતો ઘણી, નયનથી વહે ધાર આંસુની. | |
| ૫ | અનુસરું કદી નિત્ય એહને, દઈ શકે શું એ આખરે મને ? |
| શ્રમ ટળે, હઠે શોક સામટા, ભવ તણો મહા પાર પામતાં. | |
| ૬ | શરણ પામવા વિનવું કદી, કઠિનતા ધરે મુશ્ખ 'ના' વદી? |
| ધરણિ, સ્વર્ગ બે વીતતાં લગી, 'નહિ' ન નીકળે ઈસુ મુખથી. | |
| ૭ | અનુસરે, જડે, સાચવે, મથે, શુભ કરે ખરે, એમ કો કથે ? |
| શહીદ, બોધકો, સંત, પ્રેરિતો દઢ મતે પડયા 'હા' ભણો જનો. |