485: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૮૫ - કેવી પ્રીત == {| |+૪૮૫ - કેવી પ્રીત |- | |૮, ૪, ૮, ૪, ૮, ૮, ૮, ૪ સ્વરો |- | |"O how He love..." |
(No difference)
|
Revision as of 13:23, 5 August 2013
૪૮૫ - કેવી પ્રીત
| ૮, ૪, ૮, ૪, ૮, ૮, ૮, ૪ સ્વરો | |
| "O how He loves !" | |
| અનુ. : જેમ્સ ગ્લાસગો | |
| ૧ | ઈસુ બાળકોને પાળશે, કેવી પ્રીતિ; |
| એકેક હલવાનને સંભાળશે, કેવી પ્રીતિ; | |
| આકાશે જો આવવા ચાહો, | |
| તો માફ માગી ઈમાન લાવો, | |
| પાપનો સહુ કરો પસ્તાવો, કેવી પ્રીતિ. | |
| ૨ | તે તમારી અરજ માનશે, કેવી પ્રીતિ; |
| નબળા, ભોળા દિલને જાણશે, કેવી પ્રીતિ; | |
| પોતે બાળક થઈ આવ્યા, | |
| સૈને પાપદંડાથી બચાવ્યા, | |
| આવનારને નથી ધમકાવ્યા, કેવી પ્રીતિ. | |
| ૩ | તે તમોને નિત સંભારશે, કેવી પ્રીતિ; |
| તેનો સમર્થ હાથ સંભાળશે, કેવી પ્રીતિ; | |
| નિશ્વે તે ન ભૂલી જશે, | |
| તમને તે આનંદમાં લેશે, | |
| ત્યાં તમારી આત્મા રહેશે, કેવી પ્રીતિ. |