462: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૬૨ - દેશસેવક == {| |+૪૬૨ - દેશસેવક |- | |ગઝલ |- | |(એફેસી. ૬ : ૧૦-૧૭) |- | |કર્તા: ફિલ..." |
(No difference)
|
Revision as of 11:58, 5 August 2013
૪૬૨ - દેશસેવક
| ગઝલ | |
| (એફેસી. ૬ : ૧૦-૧૭) | |
| કર્તા: ફિલિપ એચ. કિશ્વિયન | |
| ટેક: | અરે ઓ હિંદના યુવાન, રહ્યા શું ભૂલમાં ભારે ? |
| બનોને ખ્રિસ્તના સૈનિક તમારા દેશને માટે. | |
| ૧ | સમય બારીક આવે છે, શૂરા સૈનિક થાઓને; |
| ગ્રહી લો યુદ્ધ સામગ્રી તમારા દેશને માટે. | |
| ૨ | કસોને સત્યથી કમર, ધરોને ન્યાયનું બખ્તર; |
| સુવાર્તા શાંતિની પગમાં તમારા દેશને માટે. | |
| ૩ | ધરો વિશ્વાસ કેરી ઢાલ, હોલવવાને ભૂંડાનાં બાણ; |
| ધરો શિર ટોપ તારણાનો તમારા દેશને માટે. | |
| ૪ | ગ્રહો તરવાર આત્માની, પ્રભુની વાત એ માની; |
| ચલાવોને ચપળતાથી તમારા દેશને માટે. | |
| ૫ | ડરો નહિ, ખ્રિસ્ત છે આગે, તમારી જીત તો થાશે; |
| પડો યાહોમ કરીને આજ તમારા દેશને માટે. | |
| ૬ | તમારું જોર બતલાવો, શેતાની રાજ પલટાવો; |
| વિજયધ્વજ આજ ફરકાવો તમારા દેશને માટે. | |
| ૭ | હ્રદયનો રાજવી થઈને હવે ફાવી ગયો છે તે, |
| હઠાવી તેહને લડજો તમારા દેશને માટે. | |
| ૮ | નહિ પરવા કરો તનની અગર મોટાઈ કે ધનની; |
| કરો તમ દેહનું અર્પણ તમારા દેશને માટે. | |
| ૯ | જગત જ્યોતિ થયો ઈસુ, પછી શું આપણે ડરશું ? |
| ઘટે તો પ્રાણ અર્પીશું વહાલા હિંદને માટે. |