236: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૩૬ - નોતરું== {| |+૨૩૬ - નોતરું |- | |ભુજંગી |- |કર્તા: |થોમાભાઈ પાથાભાઈ |- |૧ |..." |
(No difference)
|
Revision as of 23:42, 4 August 2013
૨૩૬ - નોતરું
| ભુજંગી | |
| કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
| ૧ | બીમારી અમારી ગઈ ખ્રિસ્તનાથી, મળ્યો છુટકારો મહા તાપમાંથી; |
| ઝરો ખ્રિસ્ત છે, જીવતું નીર વ્હે છે, પીધાથી બીમારી સદા દૂર રહે છે. | |
| ૨ | નથી આવતું દામ તેનું લીધામાં, દયાથી મળે, પાપીઓ, લ્યોપીધામાં; |
| બીમારી અમારી ગઈ તે પીધાથી, નીરોગી અમે સૌ થયાં એ કીધાથી. | |
| ૩ | વૃથા એ ઉપાયો બધા દૂર નાખો, નીરોગી થવા જીવતું નીર ચાખો; |
| મટે તૃષ્ણા એ પીધાથી તમારી, વિનંતી તમોને ઘણી છે અમારી, | |
| ૪ | વિચારો હ્રદે, કે'ણ માનો અમારું, ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું; |
| તમારા જીવો છે વિના નીર સૂકા, તમારા જીવો છે વિના ભક્ષ ભૂખા. | |
| ૫ | ઈસુ ખ્રિસ્ત છે એકલો તારનારો, ઈસુથી મળે પાપીને છુટકારો; |
| વસીલો થયો માનવીનો દયાથી, મળે છુટકારો સમીપે ગયાથી. |